અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈરાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પરની કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમની વિરુદ્ધ હિંસા કરવા માટે દોષિતોને પરિણામ ભોગવવા પડશે. 22 વર્ષીય મહસા અમીનીને ધર્માચાર પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લીધી હતી અને બાદમાં તેના મૃત્યુ બાદ દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. ઈરાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.