સાઉથ આફ્રિકા સામેની ભારતની જીત કરતાં પણ બરસાપારા સ્ટેડિયમમાં સાપ નીકળવાની અને લાઈટો બંધ થઈ જવાની ચર્ચા છે. હવે આ સમગ્ર મામલે આસામ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી દેવજીત સૈકિયાએ વિચિત્ર નિવેદન આપ્યું છે. સાયકિયાનું માનવું છે કે સાપ મેચનો આનંદ માણવા મેદાનમાં આવ્યો હતો. મેચ શરૂ થાય તે પહેલા વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડવાની ધારણા હતી પરંતુ સાપે આવીને મહેફિલને લૂંટી લીધી હતી.
આ સમગ્ર ઘટના પહેલાં દાવની સાતમી ઓવર દરમિયાન બની હતી. એટલે કે જ્યારે ભારત બેટિંગ કરી રહ્યું હતું. દેવજીત સૈકિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'મને ખાતરી છે કે સાપ પણ મેચનો આનંદ માણી રહ્યો હતો અને ખેલાડીઓને નજીકથી જોવા માંગતો હતો. પછી તે અંદર ઘૂસી ગયો. દરેક બોલ પર સિક્સર અને ફોર ફટકારવામાં આવી રહી હતી. જ્યારે અમારા ગ્રાઉન્ડ સ્ટાફે તેને પકડીને રમતના મેદાનની બહાર ફેંકી દીધો ત્યારે સાપ ખૂબ જ દુ:ખી થયો હશે.