બે અઠવાડિયા બાદ યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ સતત પીઠની ઈજા સાથે ઝઝૂમી રહ્યો છે. હાલમાં જ જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરે ટી20 સિરીઝ રમી હતી. બુમરાહે આ શ્રેણીમાં બે મેચ રમી હતી. આ પછી તે ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.