જામનગર શહેરમાં લાખોટા તળાવ નજીક રિલાયન્સ ઝૂ દ્વારા ઘોડાની ખરીદી કરવામાં આવી છે. જેમાં એક ઘોડાના રૂ.1 લાખ' રિલાયન્સ ઝૂ દ્વારા ઘોડા માલિકને આપવામાં આવ્યા છે. તેમાં
અંદાજે ૩૦ ઘોડા રિલાયન્સ ઝૂ દ્વારા ખરીદ કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન લાખોટા તળાવની પાળ નજીક ઘોડા માલિક અને સ્થાનિકોની ભીડ જામી છે. તથા
આ સમયે એક સાથે મોટી સંખ્યામાં ઘોડા જોવામાં આવતા લોકોમાં કુતુહલ જાગ્યું હતુ.