અમેરિકામાં ગન કલ્ચરથી લોકોને હાલાકી, ફરી 15 વર્ષના છોકરા પર ફાયરિંગ

2022-10-03 4

અમેરિકામાં દિવસેને દિવસે ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. તાજેતરનો કિસ્સો ન્યૂયોર્કની બ્રોન્ક્સ સ્ટ્રીટનો છે, જ્યાં શુક્રવારે રાત્રે 11 વાગ્યે (યુએસ સમય મુજબ)ની આસપાસ 15 વર્ષીય વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હતી. ઘાયલ છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સિટી પોલીસ બે શંકાસ્પદોની શોધ કરી રહી છે. અવાર નવાર ગોળીબારની ઘટનાઓએ યુએસ પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે.