કેનેડાના બ્રેમ્પટનમાં તાજેતરમાં અનાવરણ કરાયેલ શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડ કરવામાં આવી છે. ભારતે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે અધિકારીઓને આ બાબતની તપાસ કરવા અને આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. આ પાર્ક અગાઉ ટ્રોયર્સ તરીકે ઓળખાતું હતું. તાજેતરમાં તેનું નામ બદલીને શ્રી ભગવદ ગીતા પાર્ક રાખવામાં આવ્યું હતું અને 28 સપ્ટેમ્બરે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.