કેનેડામાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના (Brampton) એક પાર્કમાં તોડફોડની ઘટના સામે આવી છે. આ પાર્ક 'ભગવદ ગીતા પાર્ક' (Bhagvad Gita Park) તરીકે ઓળખાય છે. ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે અને તેને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પોલીસને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારોને જલ્દી પકડવાની અપીલ કરી છે.