ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે અચાનક બગડી છે. જો કે, તેઓ ઘણા સમયથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત બગડ્યા બાદ મુલાયમ સિંહને રૂમમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં સતત ડૉક્ટરો મુલાયમ સિંહના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન સીએમ યોગી આદિત્યનાથે તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેમના ખબર-અંતર પુછ્યા હતા.