ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં અચાનક ઘૂસ્યો ઝેરી સાપ, રોકવી પડી મેચ

2022-10-02 5,184

ગુવાહાટીમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની બીજી T20માં અચાનક મેચમાં સાપ ઘૂસી જતાં મેચ રોકવી પડી હતી. કેપ્ટન રોહિત શર્મા (43) અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલે શાનદાર બેટીંગ કરી પ્રથમ વિકેટ માટે 96 રન જોડ્યા હતા. તેની ઝડપી બેટિંગ વચ્ચે 8મી ઓવર પહેલા મેચ બંધ થઈ ગઈ અને તેનું કારણ ઘણું મોટું હતું. વાસ્તવમાં આવું કદાચ પહેલીવાર જોવા મળ્યું હશે જ્યારે મેચની વચ્ચે કોઈ સાપ મેદાનમાં ઘૂસ્યો હોય.

Videos similaires