જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષા દળોની ટીમ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયા હતા જ્યારે એક CRPF જવાન ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હુમલાની ઘટના દક્ષિણ કાશ્મીર જિલ્લાના પિંગલાના વિસ્તારમાં બની હતી.