અંબાજીના રસ્તાઓ પર ટ્રાફિક જામ : એક કિમી સુધી વાહન ચાલકો અટવાયા

2022-10-02 598

નવરાત્રી અંબાજીમાં દર્શનનું ખુબ મહત્વનું રહેલું છે. આ પાવન પર્વે શ્રદ્ધાળુઓ અચુક અંબાજીના દર્શન કરવાનો લાહવો છોડતા નથી. ત્યારે હાલ અંબાજીમાં સતત શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો અહીં સતત વાહનોનો ધસારો થતાં ટ્રાફિક જામના દર્શ્યો સામે આવી રહ્યા છે. અહીં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મંદિર આગળથી લઈ 51 શક્તિપીઠ સર્કલ અને માગલયવન સુધી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. અહીં વાહનોની એટલી લાંબી કતારો છે કે, વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો અંબાજી મંદિર આગળ હાઇવે માર્ગ પર એક બાજુ લાઇટિંગના રેલિંગમાંથી મોટા વાહનો પસાર થતા લાઇટિંગ રેલીગને નુકસાન થઈ રહ્યું હોવાના અહેવાલ છે.

Videos similaires