સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે બગડી હતી. તેથી, તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો છે. મુલાયમ સિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવને હાલમાં મેદાંતા હોસ્પિટલના ICU-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉક્ટર સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. મુલાયમ સિંહની તબિયત ઘણા સમયથી ખરાબ છે.