સુરતના ઝંખવાવ વિસ્તારમાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓ ચિંતિત

2022-10-02 755

રાજ્યમાં ચોમાસાની વિદાયના એંધાણ વરસાઈ રહ્યા છે ત્યારે ફરી સુરતમાં ધોધમાર વરસાદના સમાચાર આવી રહ્યા છે. સુરતના ઝંઝવાવ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અચાનક ખાબકેલા વરસાદના કારણે નવતાત્રિ આયોજકો પણ ચિંતિત બન્યા છે. તો ગરબા રમવા થનગની રહેલા ખેલૈયાઓ પણ નિરાશા થયા છે.
સુરતના ઝંખવાવમાં ધોધમાલ વરસાદ પડતાં ઝંખવાવ, બલેથી, રેતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર છે. સતત વરસાદના કારણે વાહન ચાલકો સહિતના લોકો પરેશાન થયા છે. તો આ ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં પાણી... પાણી.. કરી નાખ્યું છે.