બિહારની મહાગઠબંધન સરકારના મંત્રી સુધાકર સિંહે રાજીનામું આપી દીધું છે. તેમને આરજેડી ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે બિહારના કૃષિ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિહાર આરજેડી પ્રમુખ જગદાનંદ સિંહે સુધાકર સિંહના રાજીનામાની પુષ્ટિ કરી છે. સુધાકર સિંહ જગદાનંદના પુત્ર છે.