વડોદરાના સાવલીમાં જૂથ અથડામણ થઇ

2022-10-02 223

વડોદરાના સાવલીમાં જૂથ અથડામણ થઇ છે. જેમાં વીજ થાંભલા પર સમુદાયના ઝંડા લગાવવા બાબતે ઘર્ષણ થયુ છે. તેમાં સાવલી નગરમાં દામાજીના ડેરા વિસ્તારમાં ઘર્ષણ થયુ છે.

તથા બંને કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો છે. જેમાં તોફાની ટોળાઓએ ગાડીના કાચ પણ તોડ્યા છે. તથા ટોળુ મારક હથિયારો લઈ જાહેર માર્ગ પર ઉતરી આવ્યુ હતુ. જેમાં પોલીસે

નાઈટ કોમ્બિંગ હાથ ધરી 7થી વધુ શખ્સોની ધરપકડ કરી છે.