ભરૂચમાં શ્રી રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા નવરાત્રિના છઠ્ઠા દિવસે તલવાર રાસનું આયોજન કરાયું હતુ. તલવાર રાસમાં રાજપૂત સમાજની મહિલાઓ, પુરુષઓ, બાળકોએ શક્તિના
પ્રતીકરૂપે તલવાર સાથે ગરબા રમ્યા છે. નવલા નોરતા નિમિતે આયોજિત ગરબામાં ‘તલવાર ગરબા’ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજપૂત સમાજના યુવાન યુવતીઓ
હાથમાં તલવાર સાથે ગરબે ઘૂમી તલવાર રાસ કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા.