દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગાંધી જયંતી નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદના સાબરમતી આશ્રમમાં
સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ છે. જેમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહમદ ખાન ગાંધી આશ્રમ પહોંચ્યા છે. તેમજ વૈષ્ણવજન ગાઇ બાપુને યાદ કરાયા છે.
કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે વિશ્વ અહિંસા દિવસ એટલે ગાંધી જયંતિ. જેમાં સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ છે. તેમાં ગાંધી વિચારો તમામ જનતા સુધી પહોંચે તેવા પ્રયત્ન
કરવા પ્રાર્થના સભા યોજાઈ છે. તેમજ ગાંધીજીના જન્મસ્થળે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા મુખ્યમંત્રી
અને રાજકીય આગેવાનો પણ સામેલ છે. તેમજ પ્રાર્થના સભા બાદ CM સિટી બસ સેવાનો પ્રારંભ કરાવશે. તથા CM ખારવા માછીમાર સાથે બેઠક કરશે.
ગાંધીજીના જન્મસ્થાને આજે પ્રાર્થના સભા યોજાઇ
પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થાને આજે પ્રાર્થના સભા યોજાઇ છે. આજે બીજી ઓક્ટોબરના દિવસે બાપુના જન્મ સ્થાન કીર્તિ મંદિરે સર્વધર્મ પ્રાર્થના યોજાતા રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો પ્રાર્થના સભામાં જોડાયા છે. જેમાં પ્રાર્થના સભા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છાયા-પોરબંદર સયુંકત નગરપાલિકાની સીટી બસ સેવાનો
પ્રારંભ કરાવશે. તથા ખારવા માછીમારોની પંચાયત ( મઢી) ખાતે માછીમારો સાથે મીટીંગ કરશે.