ઉત્તર કોરિયાએ શનિવારે વહેલી સવારે બે બેલેસ્ટિક મિસાઈલ છોડીને વિશ્વમાં ફરી તણાવ વધારી દીધો છે. દક્ષિણ કોરિયાની સેનાનું કહેવું છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ વચ્ચે આ અઠવાડિયે ચોથું પ્રક્ષેપણ છે. અમેરિકા અને જાપાને દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાથી ઉત્તર કોરિયા નારાજ છે.