ભારતે પાકિસ્તાન પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ

2022-10-01 362

પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યું છે. આ ટ્વિટર એકાઉન્ટ ભારતીય ટ્વિટર યુઝર્સ માટે બ્લોક કરવામાં આવ્યું છે.ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું છે કે ફરિયાદ મળ્યા બાદ આવું કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારનું ટ્વિટર હેન્ડલ @GovtofPakistanના નામે છે. ટ્વિટર પર સર્ચ કરશો તો તમારી સામે પેજ ખોલવાને બદલે લખવામાં આવશે કે આ એકાઉન્ટ ભારતમાં કાયદાકીય કારણોસર બંધ કરવામાં આવ્યું છે.

Videos similaires