કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવુ માફ અને કોંગ્રેસ સાફ: કોંગ્રેસના નેતાનો બફાટ

2022-10-01 465

વલસાડ જિલ્લાના વાપી પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં નેતાએ બફાટ કર્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાનો બફાટ સામે આવ્યો છે. વાપી ખાતે કાર પર ચઢીને ભાષણ કરતા કોંગ્રેસના નેતાની જીભ લપસી ગઇ હતી.

યુથ કોંગ્રેસના પ્રમુખ એ ભાષણ માં બાફ્યુ હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ ની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ બોલતા જ લોકોએ તાળી વગાડી હતી અને પછી તેમણે બફાટ કર્યો હતો. પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના નેતાઓના બફાટથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

Videos similaires