વલસાડના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદ પડતા ગરબા આયોજકો ચિંતિત

2022-10-01 436

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. એક બાજુ વલસાડમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો કરાયા છે ત્યારે વરસાદ વેરી બને તેવા ડરને લઇને નવરાત્રીનું આયોજન કરતા લોકો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. તો ખેલૈયાઓને પણ ગરબા રમવાની ચિંતા છે. તો ખેડૂતો પણ ઉભા પાકને નુકસાન થવાની વકીથી ચિંતિત છે.

વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાતા ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે. તો ડાંગરના ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હજી પણ વરસાદ પડી રહ્યો છે.

Videos similaires