વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે દેશમાં 5G સર્વિસીસનો પ્રારંભ કરાવી દીધો છે. પહેલાં તબક્કામાં દેશના 13 શહેરોમાં આજથી 5G સર્વિસનો પ્રારંભ કરાવાયો છે. તેમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.
ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં 5G સર્વિસનો આજથી પ્રારંભ. ગુજરાતમાં 5G સર્વિસીના લોન્ચિંગનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.