સુરત: અધધ 100 કરોડની નકલી નોટ છાપવાનું કૌભાંડ બહાર આવ્યું!

2022-10-01 701

જામનગર અને સુરતમાં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનાં સંચાલક હિતેશ કોરડીયા ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી 25.80 કરોડની શંકાસ્પદ નોટ સાથે પકડાયા બાદ તેનાં જામનગર સ્થિત ઘરમાં કામરેજ પોલીસે રેઇડ કરી હતી. તેના ઘરમાંથી પોલસીને 2000 અને 5000ના દરથી વધુ આશરે 60 કરોડ જેટલી નોટ મળી આવી હતી. તે સાથે જ ટ્રસ્ટમાં બ્લેક મની દાન કરી અડધી રકમ પરત કેશ તરીકે મેળવવાના નામે લોકોને નકલી નોટ પધરાવી છેતરપિંડીના મોટા રેકેટ ચલાવતી ટોળકી દ્વારા 100 કરોડની નોટો છાપવામાં આવી હોવાનું પણ પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો.

Videos similaires