છેલ્લાં કેટલાંક દિવસથી નેચરલ ગેસના ભાવમાં રેકોર્ડ વધારો થયો હોવા છતાં આજે એટલે કે 1 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટાડો ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં નહીં પરંતુ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે. રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા સસ્તો થયો છે. આ સિવાય ઘણા શહેરોમાં ભાવમાં ઘટાડો થયો છે. ગત મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. એલપીજી સિલિન્ડરના નવા દર આજથી જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં કેટલો સસ્તો થયો
IOCL અનુસાર 1 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોલકાતામાં 36.50 રૂપિયા, મુંબઈમાં 32.50 રૂપિયા અને ચેન્નાઈમાં 35.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કપાત બાદ રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1859.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.