પોલીસ ફાયરિંગની ઘટનાને પરસ્પર વિવાદનો મામલો ગણાવી રહી છે
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અચાનક ફાયરિંગની (Mumbai Firing) ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પરસ્પર વિવાદમાં ફાયરિંગની આ ઘટના શુક્રવારે (30 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 12.15 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના કાંદિવલી (Kandivali) વિસ્તારમાં બાઇક પર બે યુવકો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું.