UNમાં રશિયા વિરૂદ્ધ અમેરિકા પ્રસ્તાવ લાવ્યું, ભારત વોટિંગથી દૂર રહ્યું

2022-10-01 658

દુનિયાની પરવા કર્યા વગર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના કબજામાં રહેલા ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કર્યા છે. પુતિને આ પગલું ભરીને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોને નજરઅંદાજ કર્યા છે. રશિયાના આ પગલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશો ભડક્યા છે.

પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બેનિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા. આ પ્રસ્તાવને 10 દેશોનું સમર્થન મળ્યું હતું, પરંતુ ભારત, ચીન, બ્રાઝિલ અને ગેબોને આ પ્રસ્તાવથી અંતર રાખીને મતદાન કર્યું ન હતું. જોકે, અંતે રશિયાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

Videos similaires