PM મોદી રોપ-વેમાં બેસી ગબ્બર પર પહોંચ્યા: 3D શૉ નિહાળ્યો

2022-09-30 1,034

વડાપ્રધાન હાલ યાત્રાધામ અંબાજીમાં છે ત્યારે તેમણે થોડી વાર પહેલા અંબાજી મંદિર પર માં અંબાની આરતી કરી હતી. ત્યાર બાદ હવે વડાપ્રધાન ગબ્બર પર્વત પર પહોંચ્યા છે. રોપ-વે મારફત ગબ્બર પર પહોંચ્યા છે. વડાપ્રધાને ગબ્બર પર્વત પર ખાસ લેસર શો મારફતે તૈયાર કરવામાં આવેલી માં અંબાની છબીની મહાઆરતી કરી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને ગબ્બર પર ખાસ 3D શૉનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ PM મોદી 3D શૉ નિહાળી રહ્યાં છે.