PM મોદીએ અંબાજીના ચીખલામાં કર્યું સંબોધન

2022-09-30 419

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે નવલી નોરતાના પાંચમા દિવસે એટલે કે આજે બીજા દિવસે PM મોદી અંબાજીના ચીખલી પહોંચ્યા હતા અને તેમણે પ્રજાનો અદભુત પ્રેમ મેળવી અભિવાદન ઝીલ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ અહીં લાભાર્થીઓ સાથે વર્ચ્યુ્અલી વાતચીત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6909 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરનું સપનું સાકાર થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. નવસારીના સાંસદ અને પ્રદેશ અક્ષ્ય સી.આર. પાટીલ, કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ સહિતના મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.