ઉત્તરાખંડની અંકિતા ભંડારીના મોત બાદ પરિવારે સરકાર સમક્ષ 9 માંગ મૂકી છે જે આ પ્રમાણે છે
1. 1 કરોડની આર્થિક સહાયતા
2. અંકિતના નામ પર રસ્તાનું નામકરણ
3. અંકિતના નામ પર સાર્વજનિક જગ્યા પર એક સ્મારક
4. પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી
5. જે રિસોર્ટમાં અંકિતા કામ કરતી હતી ત્યાં અંકિતાના નામે આદર્શ વિદ્યાલય
6. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનમાં અંકિતાના નામે પુરસ્કાર
7. તપાસ પૂરી થવા સુધી આરોપી પુલકિતના પિતા અને ભાઈ જેલમાં રહેશે , કારણકે બહાર રહીને તે આ કેસમાં સાંઠગાંઠ કરી શકે છે.
8. અંકિતાના ગુનેગારોને ફાંસીની સજા
જણાવવાનું કે 18 સપ્ટેમ્બરે અંકિતાનું એ જ્યાં કામ કરતી હતી તે જ રિસોર્ટમાં ખૂન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ નેતાના દિકરા અને રિસોર્ટના માલિક પુલકિતનું નામ સામે આવ્યું હતું.