સુરત પોલીસને એમ્બ્યુલન્સમાંથી 2000 રૂપિયાની નકલી નોટોથી ભરેલા બોક્સ મળી આવ્યા છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ બીમાર કે જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે કરવામાં આવે છે, પરંતુ સુરતમાં નકલી નોટો અહી-ત્યાં લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હતો. બોક્સમાંથી 25 કરોડ રૂપિયાની નોટો મળી આવી છે.
આ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિવર્સ બેંક ઓફ ઈન્ડિયા લખવામાં આવેલું છે અને માત્ર સિનેમાના શુટિંગ માટે પોલીસ કેસની તપાસ કરી રહી છે. સુરતના કામરેજ વિસ્તારમાંથી સમાચાર આવ્યા હતા કે પોલીસે મોટી સંખ્યામાં નકલી નોટો પકડી છે.