1 ઓક્ટોબરથી શરૂ થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ

2022-09-30 128

દેશમાં 5જી સેવાઓ 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ લોન્ચ કરશે. લોન્ચ થયા બાદ 5G સર્વિસ માટે લોકોની રાહનો અંત આવશે. સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશનએ આજે ​​ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્રદર્શન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ભારતમાં 5G સેવાઓ શરૂ કરશે.