PM મોદીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી સમયે રેલવે કર્મચારીઓને શું કહ્યું?

2022-09-30 796

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરથી 'વંદે ભારત એક્સપ્રેસ'ને લીલીઝંડી આપી દીધી છે. 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'માં બેસી PM મોદી કાલુપુર પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે ભારતીય રેલવેના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

તમારી મહેનત રંગ લાવી, ઘણો ફાયદો થશે: PM મોદી
ગાંધીનગરથી કાલુપુર સુધી 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'માં મુસાફરી કરતી વેળાએ વડાપ્રધાન મોદી હળવા મૂડમાં જોવા મળ્યા. તેઓએ ભારતીય રેલવેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. PM મોદીએ રેલવે કર્મચારીઓના વખાણ કરતા કહ્યું હતું કે તમારી મહેનત રંગ લાવી અને આનો ઘણો બધો ફાયદો થશે. મોદીએ તેમનો આભાર માન્યો હતો.

Videos similaires