બારામુલ્લા અને શોપિયાં જિલ્લામાં અથડામણ

2022-09-30 90

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લેતાં એક આતંકવાદી ઠાર થયો છે. મોડી રાતથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે બારામુલ્લાના પટ્ટન વિસ્તારના યેદુપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન.