વંદે ભારત ટ્રેન સવારે 10.30 કલાકે ગાંધીનગરથી ઉપડશે

2022-09-30 933

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવવામાં

આવશે. આજે ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ઉદ્ઘાટનના દિવસે વંદે ભારત ટ્રેન સવારે 10.30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. જે 11.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને અમદાવાદ

બપોરે 2 વાગ્યે સુધી થોભાવાશે. ત્યારબાદ ટ્રેનને અમદાવાદથી રવાના થશે, જે સાંજે 4.25 કલાકે સુરત અને સાંજે 7.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

Videos similaires