અમદાવાદ મેટ્રોના ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિમી છે. જેમાં અત્યારે કાર્યરત લંબાઈ 6.50 કિમી છે. પીએમ મોદી ઉદઘાટન કરશે તેની લંબાઈ 32.14 કિમી છે. એટલે કે હવે, માત્ર 1.39 કિમી લંબાઈના જ મેટ્રોનું કામકાજ બાકી રહ્યું છે. ફેઝ-1માં અમદાવાદ મેટ્રોના કુલ 32 સ્ટેશનો છે. જેમાંથી હાલમાં કુલ 6 સ્ટેશનો કાર્યરત છે અને 23 સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે, તો માત્ર 3 સ્ટેશનોનું જ કામ બાકી રહેશે. બાકી રહેલાં સ્ટેશનો માટે જમીન મળવામાં વિલંબથવાથી તેનું કામકાજ ફેબ્રુઆરી અથવા માર્ચ 2023માં પૂરું થશે તેવી સંભાવના છે.