વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સુરત અને ભાવનગર ખાતે વિવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું હતું. આ તબક્કે ભાજપના સિનિયર આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત અને ભાવનગરના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. સિનિયર આગેવાનોએ કહ્યું કે ઑગસ્ટ 2006માં સુરતમાં ભયાનક પૂર આવ્યું હતું. એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત લીધી હતી, જ્યાં સૌથીકપરી સ્થિતિ હતી એ વિસ્તારની તેમણે મુલાકાત લીધી ત્યારે લોકો વાસણ બતાવી પીવા માટે પાણીનો સપ્લાય ન હોવાનું કહેતા હતા, એ પછી મોદીએ કંટ્રોલ રૂમ ખાતે પહોંચીને ચર્ચા શરૂ કરી ત્યારે એક સેવક પાણીનો ગ્લાસ લઇને આવ્યા હતા, તે સમયે મોદીએ ગ્લાસ હાથથી દૂર કરી દીધો હતો અને કહ્યું હતું કે સુરતની જનતા જ્યાં સુધી પાણી નહિં પીવે ત્યાં સુધી પોતે પણ પાણી નહિં પીવે, જે કામ 48 કલાકમાં થવાનું હતું તે 24 કલાકમાં થઇ ગયું હતું.