ગહેલોત કોંગ્રેસના અધ્યક્ષપદની રેસમાંથી બહાર

2022-09-29 1,556

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. એટલું જ નહીં તેમણે કહ્યું કે રાજસ્થાનમાં જે બન્યું તેનાથી તેઓ ખૂબ જ દુ:ખી છે, તેઓ હેબતાઇ ગયા છે. આના માટે તેમણે સોનિયા ગાંધીની માફી પણ માંગી છે.