વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસના પ્રથમ દિવસે તેમણે સવારે સુરતમાં અને બપોરે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ પહોંચ્યા હતા અને ગુજરાતના યજમાનપદે યોજાનાર 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાજીની આરતી ઉતારી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ માતાજીન્બી આરતી ઉતારી હતી.