PM મોદીના હસ્તે 36મી નેશનલ ગેમ્સનો શુભારંભ થયો

2022-09-29 313

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજરોજ સુરત અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ અત્યારે વડાપ્રધાન અમદાવાદ ખાતે પહોંચ્યા છે અને ગુજરાતના યજમાન પદે યોજાનારી 36મી નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે 36મી નેશનલ ગેમ્સના શુભારંભનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે.