છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે તો આ સાથે રાજસ્થાન કોંગ્રેસનો વિવાદ પણ હાલ ખુબ ચગી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી વચ્ચે રાજસ્થાનમાં પાર્ટીની અંદર હોબાળો મચી ગયો છે. રાજ્યમાં ગેહલોત અને પાયલોટ વચ્ચેના વિવાદે જોર પકડ્યું છે. બંનેના સમર્થકો એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસે પોતાના નેતાઓ પર નિયંત્રણ રાખવા માટે એડવાઈઝરી જારી કરી છે.