વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સૂચિત પૈખેડ ડેમ અને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ સહિત વિવિધ યોજનાઓના વિરોધમાં આદિવાસીઓની વલસાડમાં રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યા લોકોએ ભેગા થઈ કલેકટર કચેરી જઇ વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યું હતું. આગામી દિવસોમાં જો તેમની માંગ પુરી નહિ થાય તો પશુધન સાથે આદિવાસી સમાજ નેશનલ હાઇવે 48 ઉપર ઉતરશે અને 10 દિવસ માટે હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી.