આર્મેનિયા અને અઝરબૈજાનની સેનાઓ વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે ભારતે આર્મેનિયા સાથે મિસાઈલ, રોકેટ અને દારૂગોળો સહિતના મોટા હથિયારોના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સાથે આ ડીલથી આર્મેનિયાને સુરક્ષા અને તાકાત મળશે. બીજી તરફ ભારતમાં હથિયાર ઉદ્યોગને પણ વેગ મળશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત અને આર્મેનિયા વચ્ચે લગભગ બે હજાર કરોડ રૂપિયામાં આ ડીલ નક્કી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડીલ હેઠળ આર્મેનિયા ભારતીય પિનાકા રોકેટ સિસ્ટમ મેળવનાર પ્રથમ વિદેશી ગ્રાહક હશે.
ભારત સૌ પ્રથમ આર્મેનિયાને સ્વદેશી પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર્સ સપ્લાય કરશે. પિનાકાને ઈન્ડિયન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે, જે અલગ-અલગ સ્વદેશી ખાનગી કંપનીઓમાં બનાવવામાં આવી છે. પિનાકા રોકેટ સિસ્ટમ ઉપરાંત, એન્ટી ટેન્ક રોકેટ અને દારૂગોળો પણ આર્મેનિયાને સપ્લાય કરવામાં આવશે.