કરાચીમાં દર્દી બનીને 15 મિનિટ રાહ જોઈ, પછી ચીની ડેન્ટિસ્ટ પર હુમલો

2022-09-29 583

પાકિસ્તાનના કરાચી શહેરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ચીની નાગરિકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક ચીની નાગરિકનું મોત થયું હતું, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. ઘાયલોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. ચીની નાગરિકો પર હુમલાની આ ઘટના કરાચી શહેરના સદર વિસ્તારની જણાવવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચીની નાગરિકના મૃતદેહનો કબજો લીધો હતો અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.