LPG માટે આવ્યો નવો નિયમ, વર્ષમાં મળશે ફક્ત 15 સિલિન્ડર

2022-09-29 1,261

હવે ગ્રાહકો માટે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા નક્કી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે ગ્રાહકો એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. કોઈપણ ગ્રાહકને વર્ષમાં 15થી વધુ સિલિન્ડર આપવામાં આવશે નહીં. આ સિવાય ગ્રાહકો એક મહિનામાં માત્ર બે સિલિન્ડર લઈ શકશે. ગ્રાહકોને 2થી વધુ સિલિન્ડર નહીં મળે.