PFI : દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિ બદલ અગાઉથી જ 42 સંસ્થાઓ પર પ્રતિબંધ, જાણો કાયદો

2022-09-28 535

કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સહયોગી સંસ્થાઓ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. PFI સામે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરવામાં આવી છે. UAPA હેઠળ કેન્દ્ર સરકાર કોઈ સંસ્થાને 'ગેરકાયદેસર' અથવા 'આતંકવાદી' તરીકે જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં આ સંસ્થા સાથે જોડાયેલા સભ્યની કેટલાક કારણોસર ધરપકડ થઈ શકે છે.