કેન્દ્ર સરકારે આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક કરી છે. લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કાર્ય કરશે. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણના કાર્યકાળ દરમિયાન પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો, જેના પરિણામે કેટલાક ઉત્તરપૂર્વીય રાજ્યોમાં સેનાની તૈનાતીમાં ઘટાડો થયો હતો. ચૌહાણે ભારતીય સેનામાં 40 વર્ષ સુધી સેવા આપી છે.