સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

2022-09-28 6,827

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ત્રણ દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદ રહેશે. તથા ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. તેમજ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થઇ છે.

અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ રહેશે

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. તથા અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ રહી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ આવશે. તથા ત્રણ

દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. તથા કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થઇ છે જોકે સંપૂર્ણ વિદાયમાં સમય લાગશે. અને તાપમાન

34 ડિગ્રી આસપાસ રહી શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે વરસાદની શક્યતા છે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી

કરવામાં આવી છે. સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. બે વર્ષ બાદ નવરાત્રીના પર્વની ઉજવણી

કરવામાં આવી રહી છે અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી ખેલૈયાઓ માટે નિરાશ કરનારી છે.