ઉત્તરાખંડના વનંતરા રિસોર્ટમાં 19 વર્ષીય અંકિતા ભંડારી હત્યા કેસને લઈને દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જ્યાં એક તરફ પોલીસે તમામ આરોપીઓને પકડીને જેલમાં મોકલી દીધા છે, તો બીજી તરફ પ્રશાસને આરોપી પુલકિત અને રિસોર્ટને તોડી પાડ્યું છે. આ દરમિયાન વનંતરા રિસોર્ટ અંગે વધુ એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઉત્તરાખંડના વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં આરોપી પુલકિત આર્યના રિસોર્ટમાં હરણ અને અન્ય જંગલી પ્રાણીઓનો શિકાર કરવાનો અને પાર્ટીઓમાં માંસ પીરસવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.