કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં વધુ એક નામ જોડાયું,દિગ્વિજય સિંહ પણ લડશે ચૂંટણી

2022-09-28 816

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી બાદ વધુ એક નામ જોડાયું છે. હવે એ વાત સામે આવી છે કે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. તેઓ ટૂંક સમયમાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. હાલમાં દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે 'ભારત જોડો યાત્રા'માં ભાગ લઈ રહ્યા હતા. હવે તે આજે રાત્રે દિલ્હી પરત આવી જશે. ત્યાર બાદ આવતીકાલે તેઓ ઉમેદવારી નોંધાવી શકે છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાં શશિ થરૂર અને અશોક ગેહલોતના નામ સામે આવી રહ્યા હતા. પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષની અંદરના હંગામા બાદ અશોક ગેહલોતના ચૂંટણી લડવા પર શંકા જોવા મળી રહી છે. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી કન્ફર્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.

Videos similaires