વિદ્યાર્થીઓના હિત માટે કામ કરનાર સંઘના લોકો હવે લુખ્ખાતત્વો બન્યા

2022-09-28 543

વિદ્યાર્થીઓના હિત માટે કામ કરનાર કેટલાક સંઘના લોકો હવે લુખ્ખાતત્વો બની રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. એબીવીપી અને એન.એસ.યુ.આઈના કેટલાક કાર્યકર્તાઓ

જવાબદારીઓથી પર જઈને લુખ્ખાગીરી કરી રહ્યા છે. અસામાજિક તત્વોને પણ શરમાવે એવી ઘટનાઓને એક બાદ એક અંજામ આપી રહ્યા છે. બે જ દિવસમાં બંને સંગઠન ના

કાર્યકર્તાઓએ લુખ્ખાગીરી કરી છે.

અસામાજિક તત્વોને પણ શરમાવે એવી ઘટનાઓ બની

એબીવીપી અને એન.એસ.યુ.આઈ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરે છે એવું કહેવાય છે. પણ હવે બને સંગઠનના કેટલાક લોકો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાઈ ગયા હોય તેમ લાગી રહ્યું

છે. યુનિ બોયઝ હોસ્ટેલમાં એબીવીપીના કાર્યકર્તાઓએ આતંક મચાવ્યો છે. તેમાં અહીં રહેતા વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ કરી છે. શરમની વાત એ છે કે આ એબીવીપીના લોકોએ

પોલીસ વાનમાં પણ તોડફોડ કરી છે. જેને લઈને દિવ્યપાલસિંહ સોલંકી, ભાવિન ઉર્ફે જેરી પઢીયાર, વિશાલ દેસાઈ, રાજ દેસાઈ, ધૈર્ય પટેલ અને હર્ષવર્ધનસિંહ નામના લોકો સામે

રાયોટિંગ, મારામારી અને ધમકીની ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હવે એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીઓએ અપહરણ કરી માર મારી

ધમકીઓ આપી હતી.

બે જ દિવસમાં બંને સંગઠનના કાર્યકર્તાઓએ લુખ્ખાગીરી કરી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નવરંગપુરામાં બનેલા બનાવમાં ફરીયાદી યુવકે મિત્રો સાથે મળી ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં એન.એસ.યુ.આઈના લોકોએ આવીને મહામંત્રી

કૃણાલ સિંહ જેતાવતને ગેસ્ટ તરીકે કેમ નથી બોલાવ્યા કહી બબાલ શરૂ કરી હતી. બાદમાં આ લુખ્ખા તત્વો નવરંગપુરા વિસ્તારમાં ગયા અને ત્યાંથી યુવકને ઉઠાવી લઈ ગયા હતા. અને

હાથબાંધી ઢોર માર મારી ધમકીઓ આપી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર કૃણાલસિંહ જેતાવત હોવાનું સામે આવ્યું છે. બંને સંગઠનોના એક બાદ એક લુખ્ખાગીરી ભર્યા કિસ્સા સામે આવી રહ્યા છે.

આ બની બેઠેલા નેતાઓ અને કાર્યકર્તાઓ પર કોઈની લગામ નથી તે વાત સાબિત થઈ રહી છે. આ કાર્યકર્તાઓ પોતાના ગેરકાયદે કામો માટે અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડી રહ્યા

હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. બંને ઘટનામાં યુનિવર્સિટી અને નવરંગપુરા પોલીસે ફરીયાદ તો નોંધી પણ હવે ધરપકડ ક્યારે થાય છે તે જોવાનું રહેશે.

Videos similaires